Monday, August 16, 2010

Gujarati Poetry

તું અને હું જાણે સામા કીનારા, પણ વચ્ચે આ વહેતું ઍ શું?
વાણી તો જાણે વાદળ વૈશાખના, પણ મૌન કંઈ કહેતું ઍ શું?
હળવેથી વાતી આ લહેરાતી લેરખી, ને લેરખી મા ફુલોની માયા,
કલ કલ વહેતી આ કાળી કાલિંદી, ને ઍમા કદંબની આ છાયા,
માયા ને છાયા તો સમજયાં સાજન, પણ શ્વાસોમા મહેકતું ઍ શું?.

.શુકદેવ પંડયા.

No comments: